Home> India
Advertisement
Prev
Next

અમિત શાહે નહેરુ પર સાધ્યું નિશાન, કહ્યું- 'કાશ્મીર મુદ્દો UNમાં લઈ ગયા તે સૌથી મોટી ભૂલ'

અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીર સમસ્યા અંગે ફરી એકવાર જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા તે સૌથી મોટી ભૂલ હતી. 

અમિત શાહે નહેરુ પર સાધ્યું નિશાન, કહ્યું- 'કાશ્મીર મુદ્દો UNમાં લઈ ગયા તે સૌથી મોટી ભૂલ'

નવી દિલ્હી: અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીર સમસ્યા અંગે ફરી એકવાર જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યું કે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા તે સૌથી મોટી ભૂલ હતી. 

અમિત શાહે કહ્યું કે જવાહરલાલ નહેરુ ખોટા ચાર્ટર સાથે સંયુક્ત રાષ્ટ્રમાં ગયાં.  તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં ઘૂસણખોરી ચાર્ટર સાથે જવા જેવું હતું. તેમણે સવાલ કર્યો કે જ્યારે ભારતીય સેના જીતી રહી હતી તો નહેરુએ યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી. 

અમિત શાહે કહ્યું કે જે લોકોએ ભૂલ કરી તેમના હાથમાં ઈતિહાસ લેખન પણ રહ્યું જેના કારણે આપણને યોગ્ય તથ્યોની જાણ થઈ ન શકે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે યોગ્ય ઈતિહાસ લખવામાં આવે અને લોકો સુધી પહોંચાડવામાં આવે. 

જુઓ LIVE TV

અમિત શાહે  કહ્યું કે માનવાધિકારના ચેમ્પિયન ત્યારે ક્યાં હતાં જ્યારે કાશ્મીરમાંથી સૂફી સંતોની સંસ્કૃતિને ખતમ કરવામાં આવી, કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More